જામનગર શહેરની જી. જી. હોસ્પિટલ સામે જાહેરમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચને ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર ક્રિકેટનો જૂગાર રમાડતા બે શખ્સોને રૂા.7,150 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી જી. જી. હોસ્પિટલ સારે જાહેરમાં ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન બ્રિજરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રશાંતસિંગ પલ્ટનસિંગ નામના બે શખ્સોને પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા રૂા.7150 ની રોકડ રકમ અને ક્રિકેટના ખેલાડીઓના નામ લખેલી ચીઠીઓ સાથે ઝડપી લઇ બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.