જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી જુગાર રમતાં બે શખ્સોને જામનગર પોલીસે રૂા.11,850ની રોકડ રકમ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સેફાકાબા પરમારના ઝૂંપડાની બાજુમાં ગઇકાલે શનિવારે ચલણીનોટોના નંબર ઉપર જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં કિશોરભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ તથા રમેશ સેફાભાઇ પરમાર નામના બે શખ્સોને પોલીસે રૂા.11,850ની રોકડ સાથે ઝડપી લઇ આ બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.