જામનગરના નાગેશ્વર કોલોનીમાં રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસે 145 લિટર દેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં અને કુલ રૂા.7900નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ એલસીબી સ્ટાફના અજયસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રમસુખ ડેલુની સુચના તથા એલસીબીના પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.બી.ગોજીયા સહિતના સ્ટાફ દ્વારા જામનગર શહેરમાં નાગેશ્વર કોલોનીમાં મહાકાલી માતાના મંદિર પાછળ રહેતાં પરેશ ઉર્ફે પિન્ટુ ભુપત ડોણશીયાના રહેણાંક મકાનમાંથી રેઇડ દરમ્યાન પરેશ ઉર્ફે પિન્ટુ ભુપત ડોણશીયા તથા વિશાલ વિનોદ બારિયા નામના બે શખ્સોને રૂા.2900ની કિંમતનો 145 લિટર દેશીદારૂ તથા રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.7,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂ સપ્લાય કરનાર આરોપીઓ સુરેશ તથા સતિષ અશોકની શોધખોળ હાથ ધરી હતી.