Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી, ખાટલા ડુંગર વાડી વિસ્તારમાં રહેતા ધર્મેશ સુરાભાઈ રૂડાચ નામના 21 વર્ષના શખ્સ દ્વારા માળી ગામના રામદે મેસૂર જામને સાથે મળી અને વેચાણ અર્થે મંગાવેલા રૂપિયા 13,600 ની કિંમતનો 34 બોટલ વિદેશી દારૂનો જથ્થો તેમજ બે મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 15,600 ના મુદ્દામાલ સાથે ધર્મેશ સુરાભાઈ રૂડાચ અને રામદે મેસૂર જામની અટકાયત કરી હતી.

- Advertisement -

દારૂનો આ જથ્થો તેઓએ કાઠિયાણી ખાતે રહેતા જીકો રાજાભાઈ રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular