જામનગર તાલુકાના દરેડ ગામમાંથી પસાર થતા બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના તક્ષશિલા સ્કૂલ પાસે આવેલા રાયકા ચોકમાંથી પસાર થતા બાવન કરશન કોડિયાતર અને કારા ધાના મોરી નામના બે શખ્સોને પંચ બી પોલીસે આંતરીને તલાસી તેના તેમના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે બંને શખસની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં લિલેશ ઉર્ફે લિલો ટપુ મોરી નામના શખસની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.