જામનગર તાલુકાના નાઘેડી ગામમાંથી પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન બાઈકસવાર બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી દેશી દારૂનો જથ્થો મળી આવતા બંનેની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાંથી બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતી બાતમી મુજબની જીજે-03-આરઆર-0370 નંબરની બાઈક પસાર થતા આંતરીને તલાસી લેતા કારા ગોદર હજાણી અને નાગરવ ગોદર હજાણી નામના બે માલધારીબંધુઓના કબ્જામાંથી 50 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 20 હજારની કિંમતનું બાઈક અને દારૂના જથ્થા સહિત રૂા.21000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો લાલપુર તાલુકાના પીપળી ચારણનેશમાં રહેતાં દેવદાન રાદેવ ગોદાણી દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયત આપતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.