કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમના ડેમ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના સાધનો સાથે સ્થાનિક પોલીસે બે શખ્સોની ધરપકડ કરી રૂા.6800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના ડેમ વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં પ્રદયુમનસિંહ રણજીતસિંહ જાડેજાના વાડીના સેઢા પાસે બાવળની ઝાળીઓમાં દેશી દારૂની ભઠ્ઠી હોવાની જાણના આધારે પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન પ્રદ્યુમનસિંહ જાડેજા અને રાકેશ ઉર્ફે સિદા ખોડા પરમાર નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.4000 ની કિંમતનો બે હજાર લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો તથા રૂા.2800 ની કિંમતના દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂા.6800 ના મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂ બનાવવાની ભઠ્ઠીમાં અજય ઉધરેજિયા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.