જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ નજીકથી પસાર થતા બાઈકસવારને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલો મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના શેેખપાટ ગામના પાટીયા નજીકથી પસાર થતા શખ્સની તલાસી લેતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ પોલીસ ચેકપોસ્ટ પાસેથી બુધવારે રાત્રિના સમયે પસાર થતા કેએ-03-ઈઈ-2686 નંબરના બાઈક સવારને આંતરીને પોલીસે તલાસી લેતા ઈન્દ્રવિજયસિંહ કિર્તીસિંહ જાડેજાના કબ્જામાંથી રૂા. 1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જામનગર તાલુકાના શેખપાટ ગામના પાટીયા પાસેથી પસાર થતા રણજીત રાજારામ સૂર્યવંશી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.