જામનગર શહેરમાં હિંગળાજ ચોક વિસ્તારમાંથી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે પીતળના મુદ્દામાલ સાથે બે તસ્કરોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સો પસાર થવાની હેકો ફૈઝલ ચાવડા અને પો.કો. વિજય કારેણાના મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.ડી.ગોહિલ, હેકો ફેજલ ચાવડા, પ્રવિણ ખોલા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઇ ડાંગર, વિજયભાઈ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિ શર્મા સહિતના સ્ટાફે વોચ ગોઠવી સીસીટીવી કંટ્રોલ રૂમના ફુટેજોના આધારે સરનામુ મેળવી સાતનાળા પાસેથી જીજે-10-બીએલ-9112 નંબરના બાઈક પરથી પસાર થતા સિદીક ઉર્ફે સાદીક રજાક મોદી અને મોસીન મામદ સમેજા નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.16 હજારની કિંમતનો 20 કિલો પીતળનો ચોરાઉ સામાન અને રૂા.20 હજારની કિંમતનું બાઈક મળી કુલ રૂા.36 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.