Friday, March 14, 2025
Homeરાજ્યજામનગરદ્વારકામાંથી વર્લીના આંકડા લખતા નામચીન સહિતના બે શખ્સો ઝડપાયા

દ્વારકામાંથી વર્લીના આંકડા લખતા નામચીન સહિતના બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકાના બ્રહ્મપુરી વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી નામચીન શખ્સ જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને એએસપી રાઘવ જૈનની સૂચનાથી પીઆઈ ટી સી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ એલ બારસીયા, હેકો નરેન્દ્રસિંહ જાડેજા, નરેશ ગોજિયા, મહીરાજદિન ગઢવી તથા ઈન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન અશોક જયસુખ ભાતેલિયા, રજનીકાંત રમણિકલાલ પોપટ સહિતના બંને શખ્સોને રૂા.12,110ની રોકડ રકમ અને રૂા.5,000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.17,110 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે બંનેની પૂછપરછ કરતાં આ જૂગાર દરોડામાં મોબાઇલ નંબર 6355255017 નંબરનો મોબાઇલ ધારકની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular