જામજોધપુર તાલુકાના જામસખપુર ગામમાં રેલવે ફાટક પાસે આવેલા વાડી વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન બોલેરો પીકઅપ વાહનમાંથી તલાસી લેતા 450 લીટર દેશી દારૂ અને સ્વીફટ કારમાંથી 100 લીટર દેશી દારૂ સહિત કુલ 550 લીટર દેશી દારૂ અને બે વાહન તથા ત્રણ મોબાઇલ સહિત કુલ રૂા.7.21 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચી લીધા હતાં.
દેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની મળેલી બાતમીના આધારે જામજોધપુર પોલીસ સ્ટાફે જામસખપુર ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં દેશી દારૂની હેરાફેરી કરાતા સ્થળે રેઈડ દરમિયાન પોલીસે જીજે-10-ટીએકસ-1427 નંબરના બોલેરો પીકઅપ વાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.9000 ની કિંમતનો 450 લીટર દેશી દારૂ અને જીજે-03-એફડી-0578 નંબરની સ્વીફટકારમાંથી રૂા.2000 ની કિંમતનો 100 લીટર દેશી દારૂ મળી કુલ રૂા.11000 ની કિંમતનો 550 લીટર દેશી દારૂ અને સાત લાખની કિંમતના બે વાહન અને રૂા.10500 કિંમતના ત્રણ નંગ મોબાઇલ સાથે વેજા રાજા કોડિયાતર અને ભરત ઉર્ફે કાનો ટીડા ઉલ્વા નામના બે શખ્સોને રૂા.7,21,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હથા ધરતાં આ દારૂના જથ્થામાં દરેડના જુગલ સરમણ મોરી, રાજુ ભલા મોરી, લખમણ ભીખા મોરી નામના ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી નાશી ગયેલા ત્રણ શખ્સોની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.