જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો પર એકીબેકીના આંકડા લખી આંકડા દ્વારા પૈસાની હારજીત કરતા બે શખ્સોને પોલીસે રૂા.12,260 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડમાં ચમન ટેકરી વિસ્તારમાં વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને રૂા.880 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 માં જાહેરમાં એકીબેકીનો જૂગાર રમતા હોવાની પો.કો. રવિરાજસિંહ જાડેજા, રવિ શર્માને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર એમ.બી. ગજ્જર અને સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન સદામ કાસમ ખીરા અને સાજીદ અહેમદ બ્લોચ નામના બે શખ્સોને રૂા. 12,260 ની રોકડ સાથે ઝડપી લઇ બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો કાલાવડ ગામના ચમનટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ઈમરાન ઉર્ફે ઈમલો ઠુઠો ઈકબાલ બાનાણી અને મંગા ઉર્ફે કાળુ ડાયા માટીયા નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.880 ની રોકડ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.