Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગર31મીએ જામ્યુકોનું બજેટ, ઝીંકાશે કમ્મરતોડ વેરાબોજ ?

31મીએ જામ્યુકોનું બજેટ, ઝીંકાશે કમ્મરતોડ વેરાબોજ ?

- Advertisement -

જામનગર મહાપાલિકાનું વર્ષ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર આગામી 31મી જાન્યુઆરીએ મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ બજેટમાં જામ્યુકોને આત્મનિર્ભર બનાવવા માટે કમ્મરતોડ વેરા બોજ લાદવામાં આવે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં પ્રથમ વખત જામ્યુકોના બજેટનું કુલ કદ 1000 કરોડને આંબી જાય તેવી સંભાવનાઓ પણ સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

- Advertisement -

આગામી 31મી જાન્યુઆરીએ જામનગર મહાપાલિકાનું 2023-24નું બજેટ બપોરે 12 કલાકે સ્થાયી સમિતિ સમક્ષ ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ સ્ટેન્ડીંગ ચેરમેનને સુપ્રત કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર કોરોના કાળ બાદ જામ્યુકોની સતત ઘટી રહેલી આવક અને વધી રહેલાં ખર્ચાઓને બેલેન્સ કરવા માટે તમામ પ્રકારના વેરામાં 20 થી રપ ટકા જેવો તોતિંગ વધારો સૂચવવામાં આવી શકે છે. એક તરફ સતત મોંઘવારીથી પીડાઇ રહેલાં લોકોને જામ્યુકોનું તંત્ર પણ બજેટમાં વધુ એક ડામ આપવા જઇ રહયું છે. મિલકતવેરો, પાણીવેરો, રોડ ટેકસ, સફાઇ વેરો વગેરે જુદા-જુદા વેરા અને ચાર્જિસના દરમાં વધારો સૂચવીને જામ્યુકોની આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવે તેવી સંભાવનાઓ દર્શાઇ રહી છે. આત્મનિર્ભર ભારતની થીમ પર જામ્યુકોના તંત્રને પણ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ આ બજેટમાં કરવામાં આવી શકે છે. જો કે, કમિશનર દ્વારા સૂચવવામાં આવનારો સંભવિત દર વધારો માન્ય રાખવો કે અમાન્ય તેનો નિર્ણય સ્થાયી સમિતિ ચર્ચા વિચારણાને અંતે કરી શકે છે. જો સૂચિત વેરા વધારો માન્ય રાખવામાં આવે તો જામનગરના કરદાતાઓની કમ્મર તૂટી જશે. તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. આ ઉપરાંત પ્રથમ વખત જ મહાપાલિકાના કુલ બજેટનું કદ 1000 કરોડને આંબી જાય તેવી સંભાવનાઓ પણ સૂત્રોએ વ્યકત કરી છે. જામનગર શહેરમાં વિકાસ કામો અને શહેરને સ્માર્ટ બનાવવા માટે મોટા પ્રમાણમાં ફંડની આવશ્કયતા હોવાનું જણાવવામાં આવી રહયું છે. માત્ર રાજય સરકાર કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર નિર્ભર ન રહેતાં જામ્યુકો પોતાની આવક પણ વધે તેવા પ્રયાસો આ બજેટમાં કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular