જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં પાનની દુકાન સામે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન બે ખેલંદાઓને ઝડપી લઇ રૂા.11190 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કર્યા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ગાંધીચોક વિસ્તારમાં પાનની દુકાન સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની હેકો એસ.આર. પરમાર અને પો.કો. અશોક ગાગીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો એસ.આર પરમાર, પો.કો. સામતભાઈ ચંદ્રાવાડિયા, અશોક ગાગીયા, વલ્લભ ભાટુ અને ધર્મેન્દ્ર મકવાણા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયન સંજય કિશોર બારડ અને નાનજી ખીમા ચાવડા નામના બે શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂા.11190 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ જૂગાર દરોડા પૂર્વે મોહન ઉર્ફે પપુ માધા ચાવડા, જેન્તી ભોજા ચાવડા, કાના જીણા વાઘ, કાના વિનોદ બલવા, વિપુલ વલ્લભ ભડાણીયા, નરશી ભીખા ચાવડા, નાનજી ખાખા, અલ્પેશ ઉર્ફે આંબો જેન્તી વાછાણી, રાકેશ ચાવડા, દિવ્યેશ ગોવિંદ વાછાણી, વિમલ અરવિંદ ખાંટ, નિલેશ કારા સગારકા, રમેશ ગીરધર ભડાણિયા, ચેતન ભગા સીતાપરા, રમેશ કીંદર ખેરીયા, મેહુલ હાજા ડાકી, ભાવિન ઉર્ફે બાલી મનસુખ ખાંટ, રાજ ઉર્ફે બાલી લવજી ચાવડા અને ભરત વલ્લભ ચાવડા નામના 19 શખ્સો પલાયન થઈ ગયા હોય જેથી પોલીસે 21 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.