Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદડિયા ગામની ઘરફોડ ચોરીના કેસમાં ચિકલીગર ગેંગના બે શખ્સો ઝડપાયા

દડિયા ગામની ઘરફોડ ચોરીના કેસમાં ચિકલીગર ગેંગના બે શખ્સો ઝડપાયા

જામનગર એલસીબીએ સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત 2.48 લાખનો મુદ્માલ કબજે કર્યો

- Advertisement -

જામનગર તાલુકાના દડિયા ગામે થયેલ ઘરફોડ ચોરીના કેસમાં જામનગર એલસીબી પોલીસે ચીકલીગર ગેંગના બે શખ્સોને જામનગરમાંથી ઝડપી લઇ રૂા. 2,48,800નો મુદ્ામાલ કબજે કરી આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત તા. 4-8-2023ના રોજ દડિયા ગામે અશ્ર્વિનભાઇ વિનોદભાઇ નંદાના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂા. 4,61,000ની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પોલીસ આરોપીની શોધખોળમાં હતી. આ દરમિયાન ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ ચીકલીગર ગેંગના બે શખ્સો ચોરી કરેલ સોના દાગીના વેચવા માટે ખોડિયા કોલોની તથા દિગ્જામ સર્કલ વિસ્તારમાં આટાંફેરા કરતાં હોવાની જામનગર એલસીબીના દિલિપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટ્ટા, પીએસઆઈ એસ.પી.ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા જામનગર મહાકાળી સર્કલ પાસેથી ચીકલીગર ગેંગના શેરસિંગ ઉર્ફે સુરજસિંગ રણજીતસિંગ ઉર્ફે ગિડાસિંગ ખીચી તથા મનજીતસિંગ ઉર્ફે સતનામસિંગ રણજીતસિંગ ઉર્ફે બિડાસિંગ મંગલસિંગ ખીંચીને ઝડપી લીધા હતાં

આરોપીઓએ દડીયામાં ઘરફોડ ચોરીની કબુલાત કરતાં તેમની પાસેથી રૂા. 57,000ની રોકડ, રૂા. 1,46,200ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂા. 5500ની કિંમતના એક જોડી ચાંદીના સાકરા, રૂા. 40000ની કિંમતનું ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ સહિત કુલ રૂા. 2,48,800ની કિંમતનો મુદ્ામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આરોપીઓ રાત્રીના બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીઓને અંજામ આપતા હતાં. શખ્સો અગાઉ જામનગર, અમદાવાદ શહેર, વડોદરા શહેર, વિરમગામ, ભાવનગર શહેર, અમરેલી શહેર, સાવરકુંડલા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન અલગ અલગ ચોરીઓમાં સંડોવાયેલા હતાં. પકડાયેલા આરોપીઓમાં શેરસિંગ ઉપર કુલ 19 અને મનજીતસિંગ ઉપર કુલ સાત ગુનાઓ નોંધાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular