Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક ટી પોસ્ટમાં થયેલી ચોરીમાં કેશિયર સહિત બે શખ્સ ઝબ્બે

જામનગર નજીક ટી પોસ્ટમાં થયેલી ચોરીમાં કેશિયર સહિત બે શખ્સ ઝબ્બે

પંચ બી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો : રોકડ અને ડીજીટલ લોકર કબ્જે

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી ટી-પોસ્ટમાં કેશિયર અને કારીગરે મળીને પેઢીનું ડીજીટલ લોકર રૂા.1.33 લાખની રોકડ સાથે ચોરી કરી ગયાની ફરિયાદમાં પંચ બી પોલીસે બંને તસ્કરોને દબોચી લઇ રોકડ તથા લોકર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી ટી પોસ્ટમાં કેશિયર તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડ અને રાજસ્થાનના ગોવિંદસિંગ લાડુસિંગ રાવત નામના બન્ને કર્મચારીઓએ એકસંપ કરી શનિવારે રાત્રિના સમયે પેઢીનું રૂા.1,33,000 ની રોકડ ભરેલું ડીજીટલ લોકર ચોરી કરી ગયા હતાં આ અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.કો. સુમિત શિયારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ. મોરી તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેવજા, અજયસિંહ જાડેજા, શૈલેષન્દ્રસિંહ જાડેજા તથા પો.કો. સુમિતભાઈ શિયાર તથા મયુરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ચિરાગભાઈ વિંઝુડા તથા કનુભાઈ હુંબલ સહિતના સ્ટાફે નાઘેડીના પાટીયા પાસેથી વોચ ગોઠવી કેશિયર યુવરાજસિંહ અને કર્મચારી ગોવિંદસિંઘને દબોચી લીધા હતાં.

પોલીસે બંને શખ્સો પાસેથી રૂા.500 ની કિંમતનું ડીજીટલ લોકર અને રૂા.1,33,000 ની રોકડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular