આ અંગેની વિગત મુજબ, દ્વારકા તાલુકાના ચરકલા ગામે રહેતા અભયસિંહ ઉર્ફે લાલો દિલુભા જાડેજા નામના 35 વર્ષના રહેણાંક મકાનમાં સ્થાનિક પી.આઈ. આકાશ બારસિયાની સુચના મુજબ દરોડો પાડવામાં આવતા આ મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની 288 બોટલ વિદેશી દારૂનો જથ્થો સાંપળ્યો હતો.
આથી પોલીસે રૂપિયા 1,15,200 ની કિંમતની 288 બોટલ પર પ્રાંતીય શરાબ તેમજ રૂ. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન સાથે અભયસિંહ ઉર્ફે લાલો દીલુભા તેમજ આ પ્રકરણમાં આવેલા દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સમૈયાભા વરજાંગભા સુમણીયા (ઉ.વ. 34) નામના બે શખ્સોની અટકાયત કરી, કુલ રૂપિયા 1,25,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં દ્વારકા પોલીસે પ્રોહી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ એન.જે ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.