Friday, December 27, 2024
Homeરાજ્યખંભાળિયાના ભરાણા બંદર ખાતેથી વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયાના ભરાણા બંદર ખાતેથી વિદેશી સિગારેટના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

રૂા. 2.08 લાખની વિદેશી સિગારેટ ઝડપી લેતી એસ.ઓ.જી. પોલીસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ગઈકાલે પરવાનગી વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે ભરાણાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના બે શખ્સોને ઝડપી લીધા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સોમવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મહંમદભાઈ બ્લોચ, ઇરફાનભાઈ ખીરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે નજીકના ભરાણા બંદર ખાતે આવેલી એક દરગાહ પાસે રહેલા સ્થાનિક રહીશ દાઉદ અબ્બાસ માણેક અને નજીર કાસમ ભાયા નામના બે શખ્સોની અટકાયત કરી, ચેકિંગ કરતા તેમની પાસે આધાર પુરાવા વગરનો વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.

વધુ તપાસમાં આ બંને શખ્સો પાસેથી માલબોરો, એલ. એન્ડ એમ. રેડ લેબલ, માલબોરો ગોલ્ડ વિગેરે જુદી જુદી કંપનીના વિદેશી સિગારેટના 550 પાકીટ મળી આવ્યા હતા. આથી કુલ રૂપિયા 2,07,990 ની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો કબજે લઈ વધુ તપાસ અર્થે વાડીનારના કસ્ટમ વિભાગને સોંપી આપવામાં આવ્યા છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા સાથે મહમદભાઈ બ્લોચ, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular