જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં અને અભ્યાસ કરતા બે તબીબી વિદ્યાર્થીના રૂા.33 હજારની કિંમતના બે મોબાઇલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા ભાવનગરના સિહોર તાલુકાના રામધારી ગામમાં રહેતો રિધેશ દેવજીભાઇ કોસિયા નામના વિદ્યાર્થીના હોસ્ટેલ નંબર 1 માં રૂમ નં.8 માં ગત તા.11 ના રોજ સવારના 7 થી 8 વાગ્યાના સમય દરમિયાન રિધેશ તથા અન્ય તબીબ વિદ્યાર્થીના આઈએમઈઆઈ 863903053586039 અને અન્ય તબીબ વિદ્યાર્થીના આઈએઈઆઈ 356926101352355 નંબરના રૂા.33,690 ની કિંમતના બે કિંમતી મોબાઇલ કોઇ અજાણ્યા તસ્કર ચોરી કરીને લઇ ગયો હતો. આ અંગે રિધેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે મોબાઇલ ચોરીનો ગુનો નોંધી તસ્કર કોઇ જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
મેડીકલ કોલેજની હોસ્ટેલના રૂમમાંથી બે મોબાઇલફોન ચોરાયા
એક કલાકમાં તસ્કર 33 હજારના મોબાઇલ ઉઠાવી ગયા : પોલીસ દ્વારા તપાસ