જામનગરના કોર્ટમાં મારામારી કેસની મુદ્તે નશામાં અને છરી સાથે આવેલા શખ્સને પોલીસે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગરની અદાલતમાં એક ગ્રામ્ય વિસ્તારના મારામારીના કેસમાં મુદ્તે આરોપી આવ્યા હતો અને જેમાં એક શખ્સ નશાની હાલતમાં હોય અને છરી સાથે લોબીમાં હતાં. જે કોર્ટમાં બંદોબસ્તની ફરજમાં રહેલા જમાદાર જયેશ ભટ્ટે આ આરોપીને પકડી લઇ તેના કબ્જામાંથી છરી કબ્જે કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝનનો પોલીસ કાફલો કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચી ગયો હતો અને પૃથ્વીરાજસિંહની અટકાયત કરી હતી તેમજ અન્ય એક કેસમાં કાકાના કેસની મુદતમાં આવેલા કેશવ ઉર્ફે કેશુ પણ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે બન્નેની અટકાયત કરી હતી અને પોલીસે પૃથ્વીરાજસિંહ સામે પીધેલ અને છરીનો કેસ તથા કેશવ સામે પીધેલનો કેસ કર્યો છે. બન્ને સામે અલગ અલગ પોલીસે ગુના નોંધ્યા છે. આ બનાવ સમયે ક્ષણિક અફડાતફડી મચી જવા પામી હતી.