Friday, December 5, 2025
Homeરાજ્યહાલારફેસબૂકમાં રિવોલ્વર સાથે વિડિયો વાયરલ કરનાર બે શખ્સોની ધરપકડ

ફેસબૂકમાં રિવોલ્વર સાથે વિડિયો વાયરલ કરનાર બે શખ્સોની ધરપકડ

કાલાવડમાં મિત્રની રિવોલ્વર સાથે ફોટા પાડી વિડિયો વાયરલ : એસઓજીની ટીમ દ્વારા ગુનો નોંધી બન્નેની ધરપકડ : રિવોલ્વર કબ્જે કરાઇ

જામનગર સહિત દેશ-વિદેશમાં સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ થવાની ઘેલછામાં યુવાપેઢી તેનું ભવિષ્ય ધૂંધળુ કરે છે. કાલાવડમાં લાઇસન્સવાળી રિવોલ્વર સાથે વિડિયો અપલોડ કરી સમાજમાં ભય ફેલાવી પોતાની ધાક જમાવવા વાયરલ કરનાર બે શખ્સને એસઓજીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડમાં રહેતાં બે શખ્સો દ્વારા સોશિયલ મિડિયાના ફેસબૂક પ્લેટફોર્મ પર જાહેરમાં હાથમાં રિવોલ્વર રાખેલો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયામાં વિડિયો વાયરલ કરી સમાજમાં ભય ફેલાવી પોતાની ધાક જમાવવા, સીનસપાટા નાખતા વિડિયોના આધારે એસઓજીના દિનેશભાઇ સાગઠિયા, નવલભાઇ આસાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફએ કાલાવડના ભાયા પોલા માલાણી નામના શખ્સએ તેના મિત્ર રમેશ વશરામ ઘાડિયાની લાયસન્સવાળી રિવોલ્વર સાથે ફોટો પાડી, વિડિયો બનાવી ફેસબૂક પ્લેટફોર્મ પર અપલોડ કરી સમાજમાં ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સીનસપાટા કર્યાના બનાવમાં એસઓજીએ બન્ને શખ્સોની ધરપકડ કરી લાયસન્સવાળી રૂા. 80 હજારની કિંમતની રિવોલ્વર કબ્જે કરી બન્ને સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular