Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરઈન્વેસ્ટમેન્ટના નામે ફેક એપ્લીકેશન બનાવી ફ્રોડ કંપની ઉભી કરી પૈસા પડાવતી ગેંગના...

ઈન્વેસ્ટમેન્ટના નામે ફેક એપ્લીકેશન બનાવી ફ્રોડ કંપની ઉભી કરી પૈસા પડાવતી ગેંગના બે શખ્સ ઝડપાયા

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી

- Advertisement -

ઈન્વેસ્ટમેન્ટ એપમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવવા ફેક એપ્લીકેશન બનાવી ફ્રોડ કંપની ઉભી કરી પૈસા પડાવતી ગેંગના બે આરોપીઓને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના એક ફરિયાદીને ઈન્વેસ્ટમેન્ટ કરાવવા માટેના કર્મચારીની ઓળખાણ આપી તેઓની કંપનીમાં ઈન્વેસ્ટ કરવાથી ચાર થી પાંચ ટકા લાભ મળશે તેમ કહી એન્ડ્રોઈડ એપ્લીકેશનથી ઈન્વેસ્ટમેન્ટ કરાવવા માટે એપ ડાઉનલોડ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવી કટકે કટકે બે એકાઉન્ટમાં પૈસા નખાવી ફેક એપ્લીકેશનમાં બતાવેલ ફરિયાદીના એકાઉન્ટમાં ખોટો નફો બતાવી રૂા.9,19,125 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હોવાની વર્ષ 2022 માં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્ર સોલંકીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઇ સહિતની ટીમ તપાસમાં હતી જેમાં ટેકનિકલ એનાલિસિસમાં આઠ મહિનાથી તપાસમાં નાસતો ફરતો આરોપી રમીઝ કિસ્મત શેખને સાયબર ટીમે ગત તા.15/3/2023 ના રોજ ઝડપી લીધો હતો અને અન્ય આરોપીઓ એલર્ટ ન થાય તેની તકેદારી રાખી આરોપી પાસેથી અન્ય આરોપીઓની માહિતી મેળવી આ દરમિયાન તપાસમાં રહેલ સાયબર ક્રાઈમના હેકો પ્રણવભાઈ વસરા, કુલદીપભાઈ જાડેજા, એલઆરપીસી જેસાભાં ડાંગર તથા વીકીભાઈ ઝાલાને આરોપીના લોકેશન સુરતના આવતા હોય સાત દિવસ વોચ ગોઠવી અન્ય બે આરોપી ડો. અલ્તાફ લતીફ શેખ તથા પીરમહમદ અસરફ મેમણ નામના બે શખ્સોને પણ ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular