Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયના બે જજને વહેલાં નિવૃત્ત કરી દેવાયા

રાજયના બે જજને વહેલાં નિવૃત્ત કરી દેવાયા

- Advertisement -

રાજ્યના વધુ બે જજોને પ્રિમેચ્યોર નિવૃત્તિ આપી દેવાઈ છે. સ્ક્રીનીંગ કમિટીના મંતવ્ય બાદ હાઇકોર્ટે નિર્ણય લીધો જેના ઉપર રાજ્ય સરકારે પ્રિમેચ્યોર નિવૃતિનું નોટીફિકેશન 8 સપ્ટેમ્બરે જાહેર કર્યું છે. અગાઉ ઓગષ્ટની શરૂઆતમાં જ 4 જજોને સમયથી પહેલા પ્રિમેચ્યોર નિવૃતિ અપાઈ હતી. હાઇકોર્ટના રજીસ્ટાર જનરલે જાહેર કરેલી માહિતી મુજબ હાઈકોર્ટ દ્વારા પાટણના રાધનપુરના અધિક જિલ્લા ન્યાયાધીશ શૈલેષ પ્રવિણકુમાર ભટ્ટ અને અમદાવાદ ફેમિલી કોર્ટના ન્યાયાધીશ ખુમાનસિંહ નટવરસિંહ મેઘાતને ગુજરાત રાજ્ય ન્યાયિક સેવા નિયમો, 2005 ના નિયમ 21 ની જોગવાઈ હેઠળ ઉક્ત ન્યાયિક અધિકારીઓના એકંદર સેવા રેકોર્ડને ધ્યાનમાં લેતા કાયમી નિવૃત્તિ અપાઈ છે. નોંધનીય છે કે, મેઘાત અગાઉ રાજકોટમાં ફેમિલી કોર્ટના જજ રહી ચુક્યા છે. માહિતીમાં એવું પણ જણાવાયું છે કે, નોટિસના બદલામાં ત્રણ મહિનાના પગાર અને ભથ્થાં આપીને ઉપરોક્ત બે ન્યાયિક અધિકારીઓને નિવૃત્ત કરવા માટે ગુજરાત સરકારને ભલામણ મોકલવામાં આવી છે. ગુજરાત સરકારે 8મી સપ્ટેમ્બર, 2022 ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેના દ્વારા ઉપરોક્ત બે ન્યાયિક અધિકારીઓને પ્રિમેચ્યોર નિવૃત્ત કરવામાં આવશે.

- Advertisement -

અગાઉ ઓગષ્ટ માસમાં જિલ્લા કેડરના ન્યાયાધીશો શ્રી રાજેશકુમાર ચુનીલાલ મોદી (4થા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, ભાવનગર) શ્રી અવિનાશ કૈલાશ ચંદ ગુપ્તા (કચ્છ-ભુજ ફેમિલી કોર્ટ પ્રિન્સીપાલ જજ) સંગીતાબેન પીનાકીન જોષી (એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, મોરબી) અને અમૃતલાલ હોલારામ ધામણી (6ઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, આણંદ)ને તત્કાલ અસરથી નિવૃત્તિ અપાઈ હતી.

બે ન્યાયાધીશો માટે ફરજિયાત નિવૃત્તિના આદેશને પગલે, કાયદાકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. અહીં ઉલ્લેખનિય છે કે, મે 2009માં, હાઈકોર્ટે નીચલા ન્યાયતંત્રના 17 વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ સામે પગલાં લીધા હતા અને તેમને નિવૃત્તિ લેવા કહ્યું હતું. કથિત અનિયમિતતાઓ માટે કેટલાક ન્યાયાધીશો સામે તપાસ હાથ ધર્યા પછી તેમની કામગીરીની સમીક્ષા તેમજ તકેદારી વિભાગની ભલામણોના આધારે તેમને નિવૃત કેવા માટે કહેવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular