Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ચેઈનની ચીલઝડપ આચરનાર બે રીઢા ગુનેગાર ઝડપાયા

જામનગર શહેરમાંથી ચેઈનની ચીલઝડપ આચરનાર બે રીઢા ગુનેગાર ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં હાલમાં જ સોનાના ચેઈનની ચીલઝડપ આચરનાર બે શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસે તળાવની પાળ પાસેથી દબોચી લઇ ચીલઝડપ કરાયેલો ચેઈન અને ઉપયોગમાં લીધેલ બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં હાલમાં જ બનેલા સોનાના ચેઈનની ચીલઝડપમાં સંડોવાયેલા બે તસ્કરો અંગે હેકો શૈલેષ ઠાકરીયા, પો.કો. હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે તળાવની પાળે જીજે-10-ડીસી-8885 નંબરના એકટીવા પર પસાર થતા શાહનવાઝ ઉર્ફે કારીયો સબીર શાહમદાર અને નવાઝખાન અયુબખાન પઠાણ (રહે. જામનગર) નામના બંને શખ્સોને દબોચી લીધા હતાં.

- Advertisement -

પોલીસે બંને શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી રૂા.25000 ની કિંમતનો ચીલઝડપ કરાયેલ સોનાનો ચેઈન અને પેન્ડલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરતા નવાઝખાન વિરૂધ્ધ જામનગર સીટી એ ડીવીઝનમાં જ 9 ગુના નોંધાયેલા છે જ્યારે જામનગર પંચ બી ડીવીઝનમાં એક અને રાજકોટ પ્રદ્યુમનનગરમાં એક ગુનો નોંધાયેલો છે. તેમજ શાહનવાઝ ઉર્ફે કારીયો સબીર શાહમદાર નામના શખ્સ વિરૂધ્ધ સીટી એ ડીવીઝનમાં પ્રોહિબીશનના બે ગુનો નોંધાયેલા છે. પોલીસે બંને રીઢા ગુનેગારોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular