Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી બે-બે યુવતીઓ ગુમ

જામનગર શહેરમાંથી બે-બે યુવતીઓ ગુમ

જામનગરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતી ભગવતીબેન રવજીભાઈ રાઠોડ (ઉ.વ.20) નામની યુવતી ગત તા.18 ના સાંજના તેની નાની બહેનને મહેશકાકાના ઘરે જાવ છું તેમ કહીને નિકળ્યા બાદ લાપતા થઈ ગઇ હતી. ચાર ફુટ પાંચ ઈંચ ઉંચાઈ ધરાવતી ગુજરાતી ભાષા જાણતી મધ્યમ બાંધાની ઘઉંવર્ણી અને કાળી આંખો ધરાવતી લીલા કલરનો ચુરીદાર ડે્રસ પહેરેલ ભગવતીબેન અંગેની માહિતી મળે તો હેકો કે.જે. જાડેજા (98795 91923) નંબર ઉપર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

બીજો બનાવ જામનગરના શંકરટેકરી શાસ્ત્રીનગરમાં રહેતા કાંતાબેન બાબુભાઈ ફલિયા નામના મહિલાની પુત્રી દિપાલીબેન ફલિયા (ઉ.વ.20) નામની યુવતી ગત તા.29 ના સાંજના સમયે મજૂરી કામે જવાનું કહી લાપતા થયેલી પાંચ ફુટ ઉંચાઈ ધરાવતી મધ્યમ બાંધાની શ્યામવર્ણી અને કાળી આંખો તથા કાળા વાળ તથા લાલ કલરનો ઝભ્ભો તથા બ્લુ કલરની ચોયણી પહેરેલ ગુજરાતી ભાષા જાણતી દિપાલીબેન અંગે કોઇને માહિતી મળે તો હેકો કે.જે. જાડેજા (98795 91923) નંબર ઉપર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular