Monday, January 12, 2026
Homeરાજ્યદ્વારકામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા: અન્ય શખ્સો નાશી છૂટ્યા

દ્વારકામાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા: અન્ય શખ્સો નાશી છૂટ્યા

દ્વારકાના રુક્ષ્મણી ગેટ વિસ્તારમાં સ્થાનિક પોલીસે રાત્રિના સમયે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીન પત્તી નામનો જુગાર રમી રહેલા દિપક ગોવિંદભાઈ ચુડાસમા અને અજય અશોકભાઈ વાઘેલિયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.

- Advertisement -

આ દરોડા દરમિયાન રૂપેણ બંદર વિસ્તારમાં રહેતો રજાક ટોપી, સબીર હોળી વારો, હનીફ હોળી વારો, મજીદ પાનની દુકાન વાળો, અને કાના બોદુભાઈ વાંજા નામના પાંચ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ જુગાર દરોડામાં પોલીસે રૂા.11,240 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular