Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા

બસ સ્ટેન્ડ પાસેથી એલસીબીએ શખ્સને દબોચ્યો : રૂા.4900 નો મુદ્દામાલ કબ્જે : એક શખ્સની સંડોવણી ખુલ્લી : નવાગામમાંથી બી ડીવીઝને શખ્સને ઝડપી લીધો

- Advertisement -

જામનગર શહેરના એસ ટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના લાઈવ પ્રસારણ ઉપર સટ્ટો રમાડતા શખ્સને એલસીબીની ટીમે રૂા.4900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના લાઈવ પ્રસારણ ઉપર સટ્ટો રમાડતા શખ્સને સ્થાનિક પોલીસે રૂા.3600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના એસ ટી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહેલા 20-20 ક્રિકેટ મેચના લાઈવ પ્રસારણ ઉપર સટ્ટો રમાડતો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે રેઈડ દરમિયાન સચીન કાંતિ નંદા નામના શખ્સને ઝડપી લઇ રૂા.2900 ની રોકડ રકમ અને બે હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.4900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જામનગરના રવિ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીએ સીટી એ ડીવીઝનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં બાપુનગર શેરી નં.3 પાસે જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ રહેલા 20-20 ક્રિકેટ મેચના લાઈવ પ્રસારણ ઉપર સટ્ટો રમાડતો હોવાની સીટી બી ડીવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન પાર્થ ભરત રાઠોડ નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.600 ની રોકડ રકમ અને રૂા.3000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.3600 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપછર હાથ ધરતા સાણંદ મો.8128242125 ની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular