ખંભાળિયા- દ્વારકા માર્ગ પર ગત રાત્રે એક કારના ચાલક દ્વારા બે ગાયને હડફેટે લેવામાં આવી હતી. જે પૈકી એક ગાયનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર બનાવવા અંગે જાણવા માટે વિગત મુજબ ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે સોળ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેના માર્ગ પર પસાર થતી બે ગાયને એક મોટરકારના ચાલકે ઠોકરે લીધી હતી. આ અકસ્માતમાં બે પૈકી એક ગાયનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
જ્યારે અન્ય એક ગાય લોહી લુહાણ હાલતમાં હોવાથી આ અંગે અહીં જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ગ્રુપના કાર્યકરોને જાણ કરવામાં આવતા ગ્રુપના દેશુરભાઈ ધમા સહિતના યુવાનો ઉપરાંત પશુપાલન અધિકારી અતુલ પટેલ પણ આ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કામગીરી કરી હતી.
અત્રે ઉલ્લેખની હશે કે નજીકના આશ્રમની બે ગાય આ અકસ્માતનો ભોગ બની હતી. આ સ્થળે એક સપ્તાહમાં ગૌવંશના અકસ્માતનો બીજો બનાવ બનતા ગૌ પ્રેમીઓમાં ચિંતાની લાગણી જોવા મળી હતી.