કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં વેપારી યુવાનને ખોટી ઓળખ આપી મોબાઇલ ફોન દ્વારા વેપારીના ગૂગલ પે એકાઉન્ટમાંથી રૂા. 51 હજાર ટ્રાન્સફર કરી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં અમિતભાઇ પ્રવીણભાઇ ભાયાણી (ઉ.વ.39) નામના વેપારીને મોબાઇલ નંબર 88560 60150 નંબરના મોબાઇલધારક રોહન નામના શખ્સે ખોટી ઓળખ આપી હતી. વેપારીના મોબાઇલ 98245 83125 નંબર ઉપર ફોન કરી વિશ્વાસમાં લીધો હતો. રોહન તથા અન્ય 82375 16670 નંબરના કાર્ડધારકે મોબાઇલ નંબર ઉપર વેપારીના ગૂગલ પે એકાઉન્ટમાંથી રૂપિયા 51 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. આ છેતરપિંડીની વેપારીને ખબર પડતાં વેપારી દ્વારા કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નંબરધારક બે શખ્સો વિરૂઘ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઇ પી. જી. પનારા તથા સ્ટાફે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


