જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતી બલેનો કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી બે શખ્સોને પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફએ 31 બોટલ દારૂ, સાત બીયરના ટીન અને કાર મળી કુલ રૂા. 5,69,790ના મુદામાલ સાથે ઝડપી લઇ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી બાતમીના આધારે પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફએ રેઇડ દરમ્યાન બલેનો કારને આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 68,190ની કિંમતની ઇંગ્લીશ દારૂની 31 બોટલ, રૂા. 1400ની કિંમતના બીયરના સાત નંગ ટીન મળી આવતાં પોલીસે રૂા. 69,590ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને રૂા. 5 લાખની કિંમતની બલેનો કાર મળી કુલ રૂપિયા 5,69,590નો મુદામાલ કબ્જે કરી નવનિત પરસોત્તમ ડોબરિયા અને ડેનિશ પરસોત્તમ ડોબરિયા નામના બે ભાઇઓને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો નિકુંજ જમન ગધેથરિયા અને રવિ ગધેથરિયા નામના બે શખ્સો દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી આરંભી હતી.


