જામનગર શહેરમાંથી પોલીસે બાઈક પર સવાર બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.2000 ની 4 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા ધરપકડ કરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં સ્વામિ નારાયણ મંદિર સામેથી જીજે-03-ઈએસ-9435 નંબરની બાઈક પર પસાર થતા બે શખ્સોને પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા નરેન્દ્ર ગંગારામ ચાન્દ્રા અને નરેશ મોહન ચાન્દ્રા નામના બન્ને શખ્સોના કબ્જામાંથી રૂા. 2000 ની કિંમતની દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના મીગ કોલોની રોડ પરથી પસાર થતા મયુર પ્રકાશ મહીડા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતના વિદેશી દારૂના 30 નંગ પાઉચ મળી આવતા પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી. તેમજ જામનગરનાં ગોકુલનગરમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાંથી પસાર થતા કમલેશ પ્રાગજી સોલંકી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા પોલીસે કમલેશની અટકાયત કરી ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી.