જામનગર જિલ્લાના સિક્કા ખાતેથી એસઓજી પોલીસ દ્વારા 1 કિલો કેફી માદક પદાર્થ, 300 ગ્રામ ગાંજા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,41,100 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોસઈ આર.વી.વીંછીના નેત્રુત્વ વાળી ટીમના પોલીસ હેડ કોન્સ. રમેશભાઈ સોમાભાઈ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે સિક્કા શ્રીજી સોસાયટી, પાણીના ટાકા પાસે રીલાયન્સ એમ.ટી.એફ થી આગળ સિક્કા તરફ જવાના રોડ ઉપર હુશેન હસનભાઇ આમલા રહે, જોડીયા ભુંગા જામનગર સિક્કા ખાતે રહેતા જાકુબ કાસમભાઇ લોરૂને ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજાના વેચાણ અર્થે આપવા આવે છે જેવી હકીકત મળતા ઉપરોકત જગ્યાએ વોચમાં રહેતા જોડીયા ભુંગા જામનગરમાં રહેતા હુશેન વાઘેર ગાંજો લઈ અને સિક્કા ખાતે રહેતા જાકુબ લોરૂને આપતો હોય જેથી સદરહુ સ્થળે રેઈડ કરતા મજકુર બન્ને ઈસમો પાસેથી ગે.કા. કેફી માદક પદાર્થ 1 કીલો ગાંજો 300 ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂ.1,41,100/- સાથે પકડી અને સિક્કા પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી આર.વી.વીંછી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.