જામનગરના વાધેરવાડા વિસ્તારમાંથી અમદાવાદના એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા જામનગરના બે શખ્સોને એસઓજીની ટીમે દબોચી લઇ અમદાવાદ મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં બે શખ્સો નાસતા ફરતા હતાં. જામનગરના આ બંન્ને શખ્સો અંગેની એસઓજીને હિતેશ ચાવડા, દિનેશ સાગઠિયા, સોયબ મકવાને મળેલી બાતમીના આધારે ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે વાધેરવાડા બાલમંદિર પાસેથી મયુદિન હબિબ સચડા અને હુસેન મહમદ ભાયા નામના બે શખ્સોને દબોચી લઇ અમદાવાદ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.