Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમેઘપર નજીક દોઢ માસ પહેલાં હત્યાના નાસતા-ફરતા બે આરોપી ઝડપાયા

મેઘપર નજીક દોઢ માસ પહેલાં હત્યાના નાસતા-ફરતા બે આરોપી ઝડપાયા

મોટી ખાવડીના વાડી વિસ્તારમાંથી મેઘપર પોલીસે દબોચ્યા : અદાલતમાં રજૂ કરવા તજવીજ

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપરમાં દોઢ માસ અગાઉ થયેલા પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પોલીસે ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં 6 જૂનના રોજ પૂર્વ આયોજિત કાવતરુ રચી ધમકી અને હત્યાના ગુનામાં દોઢ માસથી નાસતા ફરતા હત્યારાઓ અંગેની હેકો જશપાલસિંહ જેઠવા, સુખદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.બી.કોડીયાતર, હેકો જશપાલસિંહ જેઠવા, સુખદેવસિંહ જાડેજા, જીગ્નેશ વાળા, પો.કો. જયદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોટી ખાવડી ગામમાં સ્મશાન પાછળ આવેલા વાડી વિસ્તારમાંથી હમીદ હુશેન ખલિફા, મનોજ ઉર્ફે સુનિલ ઉર્ફે સુનો ભગવાનજી ગોગરા (સાપર-જિ.જામનગર) નામના બંને શખ્સોને દબોચી લઇ રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular