દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વર્ષ 2022 તથા વર્ષ 2023માં પ્રોહીબિશન અંગેના નોંધાયેલા કેસમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના સુજાનસિંહ પ્રતાપસિંહ સોલંકી (ઉ.વ. 34) અને મોરબી જિલ્લાના ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 27) નામના બે શખ્સો ફરાર હોવાનું જાહેર થયું હતું.
આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત બંને શખ્સોને મોબાઇલ ડિટેઈલ તેમજ હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ ટીમની મદદથી જે-તે વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, હરીશભાઈ બારીયા, ધરણાંતભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.