Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમધ્યપ્રદેશમાં ટ્રક-બસની ભિષણ ટકકર, 13ના મોત

મધ્યપ્રદેશમાં ટ્રક-બસની ભિષણ ટકકર, 13ના મોત

સ્પીડમાં આવતા ટ્રકે 3 બસોને ટક્કર મારતાં 50થી વધુ ઘાયલ

- Advertisement -

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં 24 ફેબ્રુઆરીની રાતે ભયંકર અકસ્માત થયો હતો. પુલ સ્પીડ આવતા ટ્રકે ત્રણ બસોને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થઈ ગયા હતા, જયારે 50થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત કેટલાય નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યા હતા. મુખ્યમંત્રી શિવરાજ રાતના સમયે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોના હાલચાલ પુછ્યા હતા. તેમણે મૃતકોના પરિવારના 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ લોકોને 2-2 લાખ રૂપિયા તથા સાધારણ રીતે ઘાયલ લોકોને 1-1 લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

- Advertisement -

સીએમ શિવરાજે એવું પણ કહ્યું કે, જો મૃતકોના પરિવારજનોમાંથી કોઈ સરકારી નોકરી લાયક હશે, તેને તેની યોગ્યતા અનુસાર નોકરી પણ આપવામા આવશે. દુર્ઘટનાને લઈને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે મૃતકોના પરિવારને 50 લાખ રૂપિયા આપવાની તથા ઘાયલોને 5 લાખ રૂપિયા આપવાની માગ કરી છે. જાણકારી અનુસાર, દુર્ઘટના ત્યારે થઈ જયારે રાતના લગભગ 9 કલાકે ત્રણ બસો મોબનિયા ટનલ નજીક પહોંચી હતી અને તેને ફુલ સ્પિડે આવતા ટ્રકે ટક્કર મારી હતી. ટક્કરના કારણે બંને બસો ખીણમાં જઈ પડી હતી અને એક બસ રસ્તા પર પલ્ટી ખાઈ ગઈ હતી. ફુલ સ્પિડે આવતા ટ્રકના પૈડા ફાટી ગયા હતા. તેના કારણે આ ટ્રક બેકાબૂ થયો હતો.

દુર્ઘટના બાદ સીએમ શિવરાજ સિંહે ટ્વિટ કર્યું, રિવા મેડિકલ કોલેજ અને સંજય ગાંધી હોસ્પિટલમાં પહોંચીને પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તથા મેડિકલ સુવિધા આપવાની વાત કહી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારને 10-10 લાખની સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular