જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે આગળ જતાં ટ્રકે એકાએક બે્રક મારતા પાછળથી આવી રહેલી લકઝરી બસ અને કાર અથડાતા ત્રીપલ અકસ્માતમાં બસમાં બેસેલા 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા માર્ગ પર વસઈ અને રાવલસર ગામ વચ્ચેના માર્ગ પર ગુરૂવારે સાંજના સમયે જીજે-10-ટીવાય-0774 નંબરની બસના ચાલકે તેની બસ બેફીકરાઇથી ચલાવી આગળ જતી સ્વીફટ કારને ઓવરટેક કરતા આગળ જઈ રહેલા જીજે-01-વી-7686 નંબરના ટ્રકચાલકે એકાએક બે્રક મારતા બસ ટ્રકની સાઈડમાં અથડાતા અકસ્માત થયો હતો. તેમજ અકસ્માતના કારણે પાછળથી આવેલ કાર સાથે પણ બસ અથડાતા ત્રીપલ અકસ્માતમાં થયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં બેસેલા શ્રમિકો તથા બસના મુસાફરો સહિતના 15 થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા ફાયર સ્ટાફ તથા પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ફાયરબ્રિગેડના વાહનોમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી.હોસ્પિટલમાાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતમાં એક યુવાનના પગ ફસાઈ જતાં ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવાનને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. પરંતુ કમનસીબે યુવાનના બંને પગ કપાઈ ગયા હતાં. અકસ્માતના બનાવ અંગે રાવલસરના સાજીદ ઈકબાલ પતાણી નામના કારચાલકે બસચાલક વિરૂધ્ધ ગુનો નોંધી નોંધાતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.