જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં નગરપાલિકા કચેરી સામે આવેલી જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી રૂા. 26,96,000ની ચોરીના બનાવમાં એલસીબીની ટીમએ ત્રણ ખેતમજૂરોને દબોચી લઇ ચોરાઉ મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરીના બનાવની વિગત મજબ ધ્રોલ ગામમાં નગરપાલિકા કચેરી સામે આવેલી તુલજા ભવાન જ્વેલર્સ નામની દુકાનમાંથી ગત્ તા. 14ના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દીવાલમાં બાકોરૂં પાડી રૂા. 26.96 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે પ્રકાશભા હેમતલાલ સોની દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. આ ફરિયાદ સંદર્ભે એલસીબીના દિલીપભાઇ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર અને ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
View this post on Instagram
આ વોચ દરમિયાન જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલી તસ્કર ત્રિપૂટીને ધ્રોલમાં ચામુંડા પ્લોટ પાસેથી પાણીના ટાંકા નજીક દબોચી લઇ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટી મલુ ગામના વતની હિમત પાંગડા મહેડા (ઉ.વ.2પ) (રહે. કેશિયા, તા. જોડિયા), શૈલેષ નવલસિંગ મહેડા (ઉ.વ.23, રહે. લખતર, તા. જોડિયા), ટીનુ પાંગડા મહેડા (ઉ.વ.25, રંગપુર, તા. પડધરી) નામના ત્રણ તસ્કરોને દબોચી લઇ તેમની પાસેથી એલસીબીની ટીમએ રૂા. 17,50,000ની કિંમતના સોનાની વિંટીઓ, બુટીઓ, ચેઇન, એરીંગ, પેન્ડલ સેટ, કાનની બાલી, ઓમકાર અને નાક-કાનના દાણા સહિત 175 ગ્રામ વજનના દાગીના અને રૂા. 9,46,000ની કિંમતના ચાંદીની બંગડી, સાકરા, લકી, કંદોરા, જુડા, ચેઇન, વિંટી, કડલી, બ્રેસલેટ, સિકકા, ડોકિયું, દાણા, ગાય, મૂર્તિ, છત્તર મળી કુલ 11 કિલો ચાંદીના દાગીના સહિત ચોરી કરેલો રૂા. 26,96,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ તસ્કર ત્રિપુટી પાસેથી રૂા. 20 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન, રૂા. 80 હજારની કિંમતના બે બાઇક અને લોખંડનો સળિયો મળી કુલ રૂા. 27,96,100નો મુદ્ામાલ કબ્જે કરી આગળની કાયૃવાહી હાથ ધરી હતી.


