કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ આગામી તા.13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગા લહેરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને, ભારતીય ટપાલ વિભાગ દ્વારા રૂ. 25 માં તિરંગાનું વેચાણ જામનગર તથા દ્વારકા જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લાની જાહેર જનતા તેમની નજીકની પોસ્ટ ઓફિસ પરથી તેમજ www.epostoffice.gov.in પરથી ઓનલાઇન તિરંગા મેળવવા માટેનો ઓર્ડર કરી શકશે. તેમ, સુપ્રિટેંડેંટ ઓફ પોસ્ટ ઓફિસીસ, જામનગર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.