સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વારયલ વીડિયોમાં એક માણસ ચોરોથી સાવધ રહેવાની એક શકિતશાળી યુકિત બતાવે છે. જો જો આ દેશી જુગાડની યુકિત ભારતની બહાર ન જાય….. આ અદભુત યુકિત જોઇને યુઝર્સ સ્તબ્ધ થઈ ગયા છે. તો ચાલો જાણીએ. આ વાયરલ વીડિયોમાં શું છે ખાસ??
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર @5x_rohit_ નામના યુઝર્સે એક વીડિયો શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લાઈકસ મળી ચૂકી છે. જેમાં તમે જોઇ શકો છો કે એક વ્યક્તિ વીડિયોમાં ચોરોથી સાવધ રહેવાની રીતો વિશે જણાવે છે. વીડિયોમાં તે માણસ ઘરના મુખ્ય દરવાજા પર ખીલી માારવાનું કહે છે. આ પછી તે વ્યક્તિ વીડિયોમાં બતાવે છે કે, દરવાજો બંધ કરી સ્ટોપર લગાવ્યા બાદ ખીલી પર પ્લેટ લટકાવવાની વાત કરી છે. જ્યારે ચોર કોઇ ટ્રીકથી દરવાજાના લોક કે આગળિયા કે સ્ટોપર તોડીને અંદર પ્રવેશવા માટે દરવાજો ખોલે છે ત્યારે પ્લેટ પડી જાય છે. અને ખાલી પ્લેટ નીચે પડતા અવાજ આજે છે. જેથી બધાને ખબર પડી જાય છે કે, દરજાો ખોલવામાં આવ્યો છે. આ વીડિયો જોતા જ લોકો ખૂબ હસી રહ્યા છે. આ કોમેડી વીડિયોઓની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે આ દેશી જુગાડ પર લોકો પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. અને કહી રહ્યા છે કે જલ્દીથી આ વીડિયો ડીલીટ કરો જો જો આ ટ્રીક ભારત બહાર કયાંય જાય નહીં.