જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર-ડે નિમિત્તે શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ, ધારાસભ્યો, મેયર, ફાયરના જવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

વર્ષ 1944માં મુંબઇના વિકટોરીયા ડોકયાર્ડમાં આગની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બચાવ કામગીરી દરમિયાન ફાયરના જવાનો શહિદ થયા હતાં. આથી દરવર્ષે તા. 14 એપ્રિલના રોજ ફાયર-ડે મનાવાય છે. જેના ભાગરુપે આ વર્ષે પણ ફાયર-ડે નિમિત્તે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ખાતે ફાયર-ડે નિમિત્તે શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇ ઉપરાંત જામનગરના મેયર વિનોદભાઇ ખિમસૂર્યા, જામનગર ઉત્તર ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઇ ભંડેરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, અરવિંદભાઇ સભાયા, મુકેશભાઇ માતંગ, કેશુભાઇ માડમ, પાર્થભાઇ જેઠવા, જયેન્દ્રસિંહ ઝાલા, સુભાષભાઇ જોશી, સરોજબેન વિરાણી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયામ, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, અશોકભાઇ નંદા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી સહિતના ભાજપના હોદ્ેદારો, અગ્રણીઓ ફાયરના જવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં અને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.