સૌરાષ્ટ્રમાં આવેલા ભુચર મોરીના મૈદાનમાં દર વર્ષે શ્રાવણ માસની સાતમના દિવસે વિશેષ કાર્યકમો યોજાયા છે. યુધ્ધમાં શહીદ થયેલા વીરને શ્રઘ્ધાંજલી આપવામાં આવે છે.
સૌરાષ્ટ્રની ધરતી પર અનેક યુધ્ધ થયા છે. પરંતુ ઈતિહાસવિદો જેને ‘સૌરાષ્ટ્રના પાણીપત’ની ઉપમા આપે છે તે જામનગર જીલ્લાના ધ્રોલ પાસે આવેલુ ભુચર મોરીના મૈદાનમાં થયેલુ યુધ્ધ. જયાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું યુધ્ધ થયુ હતુ.આ યુધ્ધ કોઈ સત્તા મેળવવા, કબજો મેળવવા, અન્ય કોઈ કારણે નહી, પરંતુ પોતના શરણે આવેલા વ્યકિતને રક્ષણ માટે થયુ હતુ. જયાં હજારો વીરો શહીદ થયા હતા. દર વર્ષે શ્રાવણ માસની સાતમના દિવસે શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. ભુચરમોરીના આ ઐતિહાસિક મેદાનમાં દર વર્ષે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં આવે છે. સાથે જ તલવારબાજી તેમજ અશ્વ સ્પર્ધા યોજાઈ છે. તલવાર બાજીમાં મહિલાઓ દ્વારા શૌર્યરાસ રજૂ કરવામાં આવે છે. અશ્વ સ્પર્ધામાં ઘોડેસવારો રેસમાં પોતાનું કરતબ બતાવે છે. અશ્વ સ્પર્ધાને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
સૌરાષ્ટ્રની ધરતી પર અનેક યુધ્ધ થયા છે. પરંતુ ઈતિહાસવિદો જેને ‘સૌરાષ્ટ્રના પાણીપત’ની ઉપમા આપે છે તે જામનગર
જીલ્લાના ધ્રોલ પાસે આવેલુ ભુચર મોરીનુ મૈદાનમાં થયેલુ યુધ્ધ. જયાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું યુધ્ધ થયુ હતુ. આ યુધ્ધ કોઈ સત્તા મેળવવા, કબજો મેળવવા, અન્ય કોઈ કારણે નહી, પરંતુ પોતના શરણે આવેલા વ્યકિતને રક્ષણ માટે થયુ હતુ. જયાં હજારો વીરો શહીદ થયા હતા. દર વર્ષે શ્રાવણ માસની સાતમના દિવસે શ્રધ્ધાજંલી આપવામાં આવે છે.
View this post on Instagram
ભુચર મોરીનું યુધ્ધ નવાનગર સ્ટેટના રાજવી અને મિર્ઝા અઝીઝ કોકાની સેના સામે થયુ હતુ. 1591માં ભુચર મોરીનો યુધ્ધ થયુ હતુ. યુધ્ધમાં એક તરફ નવાનગર રજવાડાંની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે થયુ હતુ.. આ યુધ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા માટે હતું …જેણે મુઘલ બાદશાહ અકબરથીનાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું શરણ લીધું હતું. કાઠિયાવાડનું સૈન્ય જુનાગઢ અને કુંડલારજવાડાના સૈન્યનો સમાવેશ કરતું હતું. પરંતુ,આ બન્ને રાજ્યો છેલ્લી ઘડીએ દગો દઇને મુઘલ પક્ષમાં જોડાઇ ગયા હતા. આ યુધ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થઇ હતી. યુધ્ધનું પરિણામ મુઘલ સૈન્યના પક્ષમાં આવ્યું હતું.બાદશાહ અકબરે મુજફ્ફરશાહને પકડવા મીર્ઝા અજીઝ કોકાને જંગી લશ્કર સાથે રવાના કર્યો. એણે વિરમગામ પાસે છાવણી નાખી. જામ સતાજીને કહેણ મોકલ્યું કે, ‘રાજના દુશ્મનને સોંપી આપો.’જામ સતાજીએ જવાબમાં કહ્યુ કે‘તમારો શાહી ગુનેગાર અમારો શરણાગત છે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજપૂતોનો ધર્મ છે. અમે કોઇ કાળે તમને નહીં સોંપીએ.’ આ જાણ્યા પછી અકબરે આગ્રાથી લશ્કરની વઘુ ટુકડીઓ મોકલી. જામનગરને કબજે કરવા હુકમ કર્યો. મોગલ લશ્કર જામનગર ભણી રવાના થયું. જામસતાજી બાદશાહી ફોજનો મુકાબલો કરવા ધ્રોળની સરહદ સુધી ફોજ લઇને આવી ગયા જેથી જામનગરને લૂંટફાટ અને લડાઇના પરિણામોથી બચાવી શકાય.
ઇ.સ. 1592ના શ્રાવણ વદ (શિતળા) સાતમ ને બુધવારના રોજ પૂરું થયું.તેથી સાતમના દિવસે અંહી વીર શહીદોને શ્રધ્ધાજંલી આપવાંમાં આવે છે.
ભૂચર મોરીના મૈદાનમાં થયેલા યુધ્ધમાં હજારો વીર શહીદ થયા હતા.એક ક્ષત્રિય રાજવીએ શરણે આવેલા મુસ્લીમ સુબાને બચાવવા માટેશરણાગત ધર્મને સાચવવા માટે યુધ્ધ થયુ હતું.જયા આજે હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા.શરણે આવેલા વ્યકિતને બચાવવા હજારો રાજપુતના વીરો શહીદ થયા હતા.તેની યાદમાં દર વર્ષે શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. ભુતકાળમાં થયેલા યુધ્ધના કારણે ભુચર મોરીના મૈદાનને ઐતિહાસના પાનામાં સ્થાન મળ્યુ.


