Friday, January 17, 2025
Homeરાજ્યમોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ દ્વારકાવાસીઓએ સ્વામી સ્વરૂપાનંદજીને આપી શ્રધ્ધાંજલિ

મોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ દ્વારકાવાસીઓએ સ્વામી સ્વરૂપાનંદજીને આપી શ્રધ્ધાંજલિ

શારદાપીઠ સંચાલિત 16 મંદિરો દર્શન માટે બંધ રહ્યાં : દંડીસ્વામી સદાનંદ સરસ્વતિને જાહેર કરાયા શારદાપીઠના ઉત્તરાધિકારી : અવિમુકતેશ્વરાનંદજીને જ્યોતિષપીઠ બદ્રીનાથના વડા જાહેર કરવામાં આવ્યા

- Advertisement -

દ્વારકા શારદાપીઠના પીઠાધિશ્વર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી બ્રહ્મલીન થતા શોકમગ્ન દ્વારકા શહેરે સ્વામિજીને સોમવારે સાંજે ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શારદાપીઠમાં સાંજે 5 થી 7 દરમિયાન યોજાયેલી શ્રધ્ધાંજલિ સભામાં દ્વારકાના ગુગ્ગળી બ્રાહ્મણો, પંડાઓ, પુજારીઓ તમામ સમાજના અગ્રણીઓએ બ્રહ્મચારી નારાયણ નંદજી સમક્ષ શોક પ્રદર્શિત કર્યો હતો.

- Advertisement -

આ શોકસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પી હતી. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મૂર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓના શોક શંદેશ પ્રાપ્ત થયા હતા. મોટી સંખ્યામાં સંતો, મહંતોની નોંધપાત્ર હાજરી રહી હતી. દ્વારકાના વેપારીઓ દ્વારા બ્રહ્મલીન શંકરાચાર્યજીને શ્રદ્ધાંજલિ આપવા બપોર બાદ શહેરની બજારો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

1982 માં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે દ્વારકાના શારદાપીઠમાં પિઠાધિશ્ર્વર તરીકે આરૂઢ થતા દ્વારકા ક્ષેત્રના અને શારદાપીઠના જિર્ણોદ્ધાર માટે દંડીસ્વામી સદાનંદજી મહારાજજીના વડપણ હેઠળ યોજનાઓ સાકાર કરી છે. દ્વારકા ક્ષેત્રમાં આવેલા નટેશ્ર્વર મહાદેવનું મંદિર, ગૌશાળા અને શિક્ષણ ક્ષેત્રે શારદાપીઠ દ્વારા અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલી રહી છે. ગયા વર્ષે જ શંકરાચાર્યજીની ઈચ્છા મુજબ દંડીસ્વામી સદાનંદજી મહારાજે રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે દ્વારકા નજીક વિશાળ ભવ્ય ગુરુકુળનું પણ નિર્માણ કરેલ છે.

- Advertisement -

આ ભૂમિ અને સનાતન ધર્મના નિવાસસ્થાન, પરમ તપસ્વી અનંત વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સનાતન ધર્મના ધ્વજવાહક હતા, ધર્મના વાહક હતા, આપના છત્રછાયામાં સનાતન સંસ્કૃતિ ખીલી હતી. આ શાશ્ર્વત પવિત્ર ભારતની ધરતી પર આપે 100 વર્ષ સુધી શાસ્ત્રોક્ત ધર્મનું સંચાલન કર્યા બાદ આપે પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને જ્યોતિષપીઠ બદ્રીનાથના વડા તરીકે જાહેર કરવામાં આવ્યા અને સ્વામી સદાનંદ સરસ્વતીજીને દ્વારકા શારદા પીઠના વડા તરીકે જાહેર કરવામાં આવ્યા, બંને નામની જાહેરાત શંકરાચાર્યજીના નશ્વર દેહની સામે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને કરવામાં આવી હતી.

દ્વારકાધીશ મંદિરમાં શારદાપીઠ સંચાલિત આવેલા 16 મંદિરો જેવા કે અષ્ટ પટરાણીના મંદિર, દેવકી માતાજી, ત્રિકમરાયજી, દુર્વાસાઋષિ તેમજ ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ મંદિરો ગઈકાલે શંકરાચાર્ય સ્વરૂપાનંદજીના બ્રહ્મલીન થવાના કારણે મંદિરના પૂજારી આનંદભાઈ અને વિજયભાઈએ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular