Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં કારગીલ વિજય દિવસે શહીદોને શ્રધ્ધાંજલિ

જામનગરમાં કારગીલ વિજય દિવસે શહીદોને શ્રધ્ધાંજલિ

26 જુલાઈને કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે જામનગર હાલાર જીલ્લા માજી સૈનિક મંડળ દ્વારા ગાંધીનગર મેઈન રોડ પર વિશ્વકર્મા બાગમાં દેશ માટે શહીદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમાં વીર શહીદ રમેશભાઈ જોગલ, વીર શહીદ અશોકસિંહ જાડેજા, વીર શહીદ હરીલાલ મકવાણાના પરિવારજનોની ઉપસ્થિતિમાં પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, ભાજપા અગ્રણી જીતુભાઇ લાલ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તથા સહિતના હોદ્દેદારો અને જગદીશસિંહ જાડેજા તથા ધારાસભ્યના પીએ પ્રવિણસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular