સલીમ દુરાની ઉત્તમ ક્રિકેટર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે મને તેને ગુમાવ્યાનો ખૂબ જ આઘાત લાગે છે. જ્યારે અમે યુવા ક્રિકેટર તરીકે સાથે શરૂઆત કરી હતી. મારી અંગત ક્રિકેટ ટીમમાં વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેન રહ્યા હતા. તેમના પિતા અજીજ દુરાની નવાનગર રણજી ટ્રોફી ટીમમાં વિકેટકીપર હતા અને તેમણે ચેમ્પિયનશિપ જીતી હતી.
સલીમ દુરાની જમણા હાથનો ખેલાડી હતો, પરંતુ તેના પિતાએ તેને ડાબા હાથના ખેલાડીમાં રૂપાંતરિત કરવાનો આગ્રહ રાખ્યો હતો અને કલાકો સુધી જમણો હાથ તેની પીઠ પાછળ બાંધીને બોલિંગ કરાવતા હતા.
મને યાદ છે કે ટેસ્ટ મેચ પહેલા સીસીઆઈ સ્ટેડિયમમાં એક સવારે જ્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન ટેડ ડેકસટરે મને તેની સામે નેટસમાં બોલિંગ કરવાનું કહ્યું હતું. જ્યારે ટેડ ડેકસ્ટર એક મુશ્કેલ વિકેટ પર ગુસ્સો થઇ અને કહીને ચાલ્યો ગયો હતો કે જો તે આગળ વધે તો તેનો આત્મવિશ્વાસ ગુમાવશે…! નેટ માંથી ટેડ ડેકસ્ટર ના પ્રસ્થાન પછી તરત જ સલીમ દુરાની બહાર આવ્યો હતો અને મને તેના માટે પણ એવું જ કરવાનું કહ્યું હતું અને સૌથી વધુ સરળતાથી બધી દિશા બંધ કરી દીધી હતી. તે દિવસે ટેડ ડેકસ્ટરની ઇનિંગ ખરાબ રહી હતી જ્યારે સલીમ દુરાનીએ અવિસ્મરણીય ૭૨ રન બનાવ્યા હતા.
સલીમ દૂરાની સાથેની અદભુત મિત્રતા હું ક્યારેય ભૂલી શકતો નથી.
ભગવાન તેમના દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપે..
બ્લેસ યુ સલીમ દુરાની