ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં બાબાસાહેબના યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાજુર્ન ખડગે સહિતના નેતાઓએ ડૉ. બાબાસાહેબની તસ્વીર સમક્ષ ફૂલ અર્પણ કરી તેમને શ્રધ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં પણ ડૉ. ભીમરાવ આંબેડકરને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લાલબંગલા પાસે આવેલી બાબાસાહેબની પ્રતિમાને મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા ઉપરાંત કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ જીવણ કુંભરવડિયા સહિતના નેતાઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.