Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપૂર્વ ભારતીય ક્રિકેટર સ્વ. વિનુભાઈ માંકડની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - VIDEO

પૂર્વ ભારતીય ક્રિકેટર સ્વ. વિનુભાઈ માંકડની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો – VIDEO

જામનગરના વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર, ક્રિકેટ જગતના ધુરંધર ઓલરાઉન્ડર અને શહેરના ગૌરવ સ્વ. વિનુભાઈ માંકડની પુણ્યતિથિ નિમિત્તે બોળ ચોથ, તા. 12 ઓગસ્ટ, 2025ના રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

વિનુ માંકડ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી પ્રતિભાશાળી ઓલરાઉન્ડર તરીકે યાદ કરવામાં આવે છે. 1946 થી 1959 દરમિયાન ભારત માટે 44 ટેસ્ટ મેચ રમી તેમણે બેટિંગ અને બોલિંગ બન્ને ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને 1952માં ઇંગ્લૅન્ડ સામેનો 231 રનની ઐતિહાસિક ઇનિંગ્સ અને તેમની જોડીદાર પોલિ ઉમરીગર સાથેની ભાગીદારી આજે પણ ક્રિકેટપ્રેમીઓના મનમાં તાજી છે.

- Advertisement -

દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં ક્રિકેટપ્રેમીઓ, ખેલાડીઓ, પરીવારજનો અને વડનગરા નાગર જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા. જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા , ઉપપ્રમુખ વિનુ ધૂવ, પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવિણ માડમ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિત અનેક આગેવાનોએ હાજરી આપી સ્વ. વિનુભાઈ માંકડના ભારતીય ક્રિકેટમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યુ. તેમજ શ્રી વડનગરા નાગર જ્ઞાતિના રમત ગમતના ચેરમેન વિરેન માંકડ તથા જ્ઞાતિના પ્રમુખ અશોક બુચ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સૌજન્યપૂર્ણ અને ભાવભીનાં વાતાવરણમાં યોજાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular