અફઘાનિસ્તાનની જન્મભૂમિને છોડીને જામનગરને કર્મભૂમિ બનાવનાર ભારતના ખ્યાતનામ ક્રિકેટર સલીમભાઈ દુરાનીના દુ:ખદ નિધન પર વડનગરા નાગર જ્ઞાતિ, જામનગર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે.
દર વર્ષે બોળચોથના દિવસે સ્વ.વિનુભાઈ માંકડની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલીના કાર્યક્રમમાં સલીમભાઈ દુરાની હંમેશા ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટમાં સર્વપ્રથમ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારા સ્વ.સલીમભાઈ દુરાનીના અવસાનથી જામનગર રાંક બન્યું છે અને વડનગરા નાગર જ્ઞાતિ, જામનગરે એક અંગત શુભચિંતક ગુમાવ્યા છે, એમ સંસ્થાના પ્રમુખ ભોલાનાથ રીંડાણીએ જણાવ્યું છે.