ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળને આજરોજ એક વર્ષ પૂર્ણ થતાં જામનગર શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમંત્રીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, કોર્પોરેટર અરવિંદભાઇ સભાયા, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રી તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.