વિશ્વ પર્યાવરણ દિવસની જામનગર સહીત સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સહયોગ થી દરબારગઢ સર્કલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વરછતા જાળવવાના શપથ લીધા હતા.
આ તકે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા ઉપરાંત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ હોદ્દેદારો તેમજ સીટી એ ડીવીઝનના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા